Skip to main content

Posts

નિર્ભયતા : સ્વામી રામતીર્થ દ્વારા દર્શાવવામાં આવેલ ચોથો સફળતાનો સિદ્ધાંત

  આપણે ચર્ચા કરી રહ્યા છીએ સ્વામી રામતીર્થ દ્વારા શીખવવામાં આવેલ સફળતાના સિદ્ધાંતોની. અત્યારે સુધી આપણે ચર્ચા કરી છે : અવિરત શ્રમ , નિઃસ્વાર્થ કાર્ય તથા પ્રેમના સિદ્ધાંતની. સફળતાનો ચોથો સિદ્ધાંત છે નિર્ભયતા. નિર્ભયતા એટલે શું ? નિર્ભયતાનો અર્થ થાય છે બહારની કોઈ પણ વસ્તુ પર આશ્રિત ના રહીને પોતાની જાત પર જ અતૂટ શ્રદ્ધા રાખવી. જ્યારે જ્યારે આપણે આપણી જાતને શરીર સાથે ઓળખીએ છીએ ત્યારે ભય ઉત્પન્ન થાય છે . શરીર હંમેશાં દુઃખને આધીન છે. જે ક્ષણે આપણે આ હાડ-માંસના મર્યાદિત શરીરથી ઉપર ઉઠીને આપણને ઈશ્વરના જ એક અંશ તરીકે જાણીશું , આપણી જાતને અજર અમર આત્મા તરીકે જાણીશું , કે જેને વિશ્વની કોઈ પણ નબળાઈ સ્પર્શ કરી શકતી નથી અને જે બધા ભયથી પર છે , તે ક્ષણે આપણે નિર્ભયતા પ્રાપ્ત કરી શકીશું. સફળતા માટે નિર્ભયતા કેમ જરૂરી છે , આ સ્વામી રામતિર્થના વ્યક્તિગત અનુભવથી સમજીએ. હિમાલયના જંગલોમાં તપસ્યા દરમિયાન એક સમયે પાંચ રીંછ એક સાથે સ્વામી રામતીર્થ સામે આવી ઊભા. પરંતુ કોઈ પણ રીંછ સ્વામી ને કોઈ પીડા ના પહોંચાડી શક્યા. આવું કેમનું શક્ય છે ? ફક્ત નિર્ભયતાને કારણે. સ્વામી રામતીર્થનો હંમેશા એવો ભાવ હોય
Recent posts

પ્રેમ : સ્વામી રામતીર્થ દ્વારા દર્શાવવામાં આવેલ તૃતીય સફળતાનો સિદ્ધાંત

આપણે ચર્ચા કરી રહ્યા છીએ સ્વામી રામતીર્થ દ્વારા શીખવવામાં આવેલ સફળતાના સિદ્ધાંતોની . પહેલો સિદ્ધાંત હતો અવિરત શ્રમ અથવા કાર્ય , જ્યારે બીજો સિદ્ધાંત હતો નિઃસ્વાર્થ કાર્ય અને સમર્પણનો . સફળતાનો ત્રીજો સિદ્ધાંત આપવામાં આવ્યો છે પ્રેમ , બ્રહ્માંડ સાથે સામંજસ્યપણું , પરિસ્થિતિઓ સાથે અનુકૂલન . પ્રેમ એટલે શું ? પ્રેમનો અર્થ વ્યવહારિક રૂપે તમારી આસપાસના લોકો સાથે અથવા તમારા સંપર્કમાં આવતા દરેક સાથે એકાકારનો ભાવ , તે સૌ સાથે એક હોવાનો ભાવ . જો તમે દુકાનદાર હોવ , જ્યાં સુધી તમે તમારા પોતાના ગ્રાહકોના હિતોને તમારા પોતાના હિત સાથે નહીં ઓળખી શકો , તો તમે કોઈ પ્રગતિ નહીં કરી શકશો . જો આપણો એક હાથ સ્વાર્થી બની જાય , અને પોતાને શરીરના અન્ય સભ્યો અથવા અંગોથી જુદો માનવા લાગે અને દલીલ કરવાનું શરૂ કરી દે , " જુઓ , હું જમણો હાથ છું , હું તમામ પ્રકારની મજૂરી કરું છું , તો આખું શરીર કેમ તેનો લાભ લે ? મારા પરિશ્રમ દ્વારા મેળવેલા અન્નને પેટને અને તેના દ્વારા શરીરના અન્ય અંગોને