Skip to main content

Posts

Showing posts with the label Gujarati Blogs

સ્વાર્થ ત્યાગ અથવા સમર્પણભાવ : સ્વામી રામતીર્થ દ્વારા દર્શાવવામાં આવેલ દ્વિતીય સફળતાનો સિદ્ધાંત

  આપણે ચર્ચા કરી રહ્યા છીએ સ્વામી રામતીર્થ દ્વારા શીખવવામાં આવેલ સફળતાના સિદ્ધાંતોની . પહેલો સિદ્ધાંત આપણે અગાઉ જોયો જેમાં આપણે અવિરત શ્રમ અથવા કાર્ય , એટલે કે જેમાં આપણે કર્તાભાવ અને કર્મફલ અપેક્ષા ત્યજીને ફક્ત કર્મ ખાતર જ કર્મ કરવાનું શીખ્યું . બીજો સિદ્ધાંત છે સ્વાર્થ ત્યાગનો અથવા સમર્પણનો . એક વખત તળાવ અને નદી વચ્ચે ઝઘડો થયો . તળાવે નદીને કહ્યું : " હે નદી , તું સાવ મૂર્ખ છું . તું તારું બધું જ પાણી સમુદ્રમાં વહાવી દે છે ; તારું પાણી તું તે સમુદ્રમાં વેડફીશ નહીં . સમુદ્રને તારા પાણીની ખરેખર કોઈ જરૂર જ નથી . તું ગમે તેટલું તારું મીઠુ પાણી સમુદ્રમાં વહાવીશ , પણ સમુદ્ર તો ખારો ને ખારો જ રહેશે . આથી તારી આ સંપત્તિ તારી પાસે જ રાખ . તળાવ દ્વારા કરવામાં આવેલ આ આપણે બહારની દુનિયામાં જોઈએ તેવું જ શાણપણ છે . અહીં નદીને પરિણામની વિચારણા કરવાનું જણાવવામાં આવે છે . પણ નદી તો વેદાંતના નિયમો અનુસરે છે . આ દુન્યવી શાણપણ સાંભળ્યા પછી નદીએ જવાબ આપ્યો , " ન